વૉશિંગ્ટન : 20, જુલાઈ અમેરિકી અધિકારીઓએ સાઇબર ક્રાઇમના આરોપસર 16 લોકોની ધરપકડ કરી છે. આમાંથી 14 લોકો એવાં છે જેમણે પેપાલ વેબસાઇટ પર ઓનલાઇન હુમલો કર્યો હતો. તમામ સભ્યો 'એનોનોયમસ' હેકિંગ ગ્રુપ સાથે જોડાયેલા છે.
ન્યાય વિભાગે જણાવ્યું છે કે 14 હેકરો પર પેપાલ પર હુમલો કરી સેવામાં વિઘ્ન પહોંચાડવા (ડીડીઓએસ)નો આરોપ મૂકવામાં આવ્યો છે. અમેરિકી અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું છે કે પેપાલ પર હુમલો કરનારા સંદિગ્ધોની અલબામા, એરિઝોના, કેલિફોર્નિયા, કોલોરાડો, વોશિંગ્ટન ડીસી, ફ્લોરિડા, મેસેચ્યુસેટ્સ, નેવાદ, ન્યૂ મેક્સિકો અને ઓહિયોથી દરોડા પાડી ધરપકડ કરવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે બે અન્ય શંકાસ્પદોને સાઇબર ક્રાઇમના જ અન્ય કેસમાં પકડવામાં આવ્યાં છે. તેમના પર ફ્લોરિડા અને ન્યૂજર્સીમાં આ પ્રકારના ગુના આચર્યાનો આરોપ છે. આ સિવાય બ્રિટિશ પોલીસે એકની અને ડચ પોલીસે ચાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.
એફબીઆઈએ જણાવ્યું કે સાઇબર હુમલાની તપાસ બાબતે તેના એજન્ટોએ સમગ્ર અમેરિકામાં 35 સ્થળો પર દરોડા પાડ્યાં છે. 'એનોનોયમસ' એક આંતરરાષ્ટ્રીય હેકર્સ ગ્રુપ છે જે 'ચર્ચ ઓફ આઈન્ટોલોજી' સાથે જોડાયેલી વેબસાઇટ્સ પર સીરિયલ અટેક કરવાની બાબતે ચર્ચામાં આવ્યું હતું.
એફબીઆઈએ 16 હેકર્સની ધરપકડ કરી
1:13 AM
Sandip Patel